અસરકારક પ્રત્યાયન માટેના સાત ‘સી’ --- પ્રો.બાલન અને ડો.રાયડુ સફળ પ્રત્યાયનના સાત સિધ્ધાંત તરીકે Credibility (વિશ્ર્વસનીયતા),Context (સંદર્ભ),Content (કથન),Clarity (સ્પષ્ટતા),Continuity& Consistency (સાતત્ય), Channels (માધ્યમો),Capability of Audience (પ્રેક્ષક ની ક્ષમતા) જરૂરી હોવાનુ માને છે. 1: Credibility (વિશ્ર્વસનીયતા) – પ્રત્યાયન નો પ્રારંભ થાય છે.પ્રત્યાયક પ્રત્યે વિશ્ર્વાસના વાતાવરણમાં જે પણ સંદેશો મેળવનાર હોય તેને સંદેશો આપનાર પ્રત્યે વિશ્ર્વાસ હોય તો પ્રત્યાયન વધુ સરળ બની શકે છે, આથી પ્રત્યાયન કર્તા એ એવા વાતાવરણનું સર્જન કરવું જોઈએ કે જેમાં સંદેશો યોગ્ય રીતે ઝીલાય,ઉચિત રીતે અર્થઘટન થાય, અને સંદેશો સ્વીકાર્ય પામે. પ્રત્યાયન માં વિશ્ર્વાસ હોવો એ અસરકારક વાત છે.સંદેશો એવો હોવો જોઈએ જે સંદેશો મેળવનાર વ્યકિત સમજી શકે.ઉપરાંત પ્રત્યાયકે જે કહેવું છે તે સંદેશો મેળવનારને સમજણ પડે એવું હોવું જોઈએ. 2: Context (સંદર્ભ) – કોઈપણ પ્રત્યાયક વચન કે પ્રવચન આપે છે ત્યારે તેણે સંદર્ભ નો ખ્યાલ રાખવો પડે છે.સંદેશો એના મૂળભૂત રૂપમાં રજૂ થાય એ માટે,જે પ