સૂર્યાસ્ત એક નિત્ય પ્રતિક્રિયા...🌇
સૂર્યાસ્ત એક નિત્ય પ્રતિક્રિયા
[ image 164.jpg]
આમ, તો આજનો માનવી પોતાની અતિવ્યસ્ત રોજબરોજની જીંદગીમાં ઘણી ક્રિયાઓ
તેમજ ઘટનાઓ નું નિરીક્ષણ કરી પોતાનો એક
દષ્ટિકોણ વિકસાવતો હોય છે.અમુક કુદરતી ક્રિયાઓ નિત્ય થતી હોય છે જેમ કે સૂર્યોદય અને
સૂર્યાસ્ત.
સૂર્યોદય અને સૂર્યાસ્ત એક પ્રાકૃતિક સૌંદર્ય રૂપી તેમજ અવર્ણનીય ક્રિયા છે.જેને નિહાળવી ગમે છે.
આજથી, લગભગ બે મહિના પૂર્વેનો
આ મારો અનુભવ છે.બોટાદ જિલ્લાના ધારપીપળા
ગામમાં આવેલા ખેતરો તેમજ વાડીના વિસ્તારની
બરાબર મધ્યમાંથી પસાર થતાં રસ્તા પરથી લીધેલો
આ ફોટો છે.
સૂર્યાસ્ત એ માત્ર થોડો જ સમય ચાલતી
પ્રક્રિયા છે. સૂર્યાસ્ત થવાની શરૂઆત થતાં જ સમગ્ર
આકાશનો રંગ પરિવર્તિત થઈને લાલાશ પડતો પીળો
થઈ ગયો હતો.શરૂઆત માં સૂર્ય સંપૂર્ણ દેખાતો હતો. ત્યારબાદ ધીમે-ધીમે જેમ સમય ચઢતો ગયો
તેમ સૂર્ય તેના સંપૂર્ણ સ્વરૂપ માંથી ઘટતો ગયો.અને
એક સમયે સંપૂર્ણ દેખાતો બંધ થઈ ગયો.
સૂર્યાસ્ત સમયે વાતાવરણ આહલાદક
થઈ જાય છે આ રંગીન વાતાવરણ ઉપરાંત પક્ષીઓનો આછો આછો કલરવ તેમજ મંદિર ની
ઝાલરો નો રણકાર એક અલૌકીક અનુભવ કરાવે
છે.
ધરજીયા પરેશ
Comments
Post a Comment