અસરકારક પ્રત્યાયન માટેના સાત ‘સી’ ---
અસરકારક પ્રત્યાયન માટેના સાત ‘સી’ ---
પ્રો.બાલન અને ડો.રાયડુ સફળ પ્રત્યાયનના સાત સિધ્ધાંત તરીકે Credibility (વિશ્ર્વસનીયતા),Context (સંદર્ભ),Content (કથન),Clarity
(સ્પષ્ટતા),Continuity& Consistency (સાતત્ય), Channels (માધ્યમો),Capability of Audience (પ્રેક્ષક ની ક્ષમતા) જરૂરી હોવાનુ માને છે.
1: Credibility (વિશ્ર્વસનીયતા) –
પ્રત્યાયન નો પ્રારંભ થાય છે.પ્રત્યાયક પ્રત્યે વિશ્ર્વાસના વાતાવરણમાં જે પણ સંદેશો મેળવનાર હોય તેને સંદેશો આપનાર પ્રત્યે વિશ્ર્વાસ હોય તો પ્રત્યાયન વધુ
સરળ બની શકે છે, આથી પ્રત્યાયન કર્તા એ એવા વાતાવરણનું સર્જન કરવું જોઈએ કે જેમાં સંદેશો યોગ્ય રીતે ઝીલાય,ઉચિત રીતે અર્થઘટન થાય,
અને સંદેશો સ્વીકાર્ય પામે.
પ્રત્યાયન માં વિશ્ર્વાસ હોવો એ અસરકારક વાત છે.સંદેશો એવો હોવો જોઈએ જે સંદેશો મેળવનાર વ્યકિત સમજી શકે.ઉપરાંત પ્રત્યાયકે જે કહેવું છે
તે સંદેશો મેળવનારને સમજણ પડે એવું હોવું જોઈએ.
2: Context (સંદર્ભ) –
કોઈપણ પ્રત્યાયક વચન કે પ્રવચન આપે છે ત્યારે તેણે સંદર્ભ નો ખ્યાલ રાખવો પડે છે.સંદેશો એના મૂળભૂત રૂપમાં રજૂ થાય એ માટે,જે પણ સંદર્ભ આપવામાં
આવે તે સંદેશાને વધુ દ્રઢ બનાવે તેવો હોવો જોઈએ.સંદેશો વધારે સમજાય એ માટે સંદર્ભ લેવામાં આવે અથવા બનાવ ના સ્થળ,સમય અને વાતાવરણ
ને સંદર્ભ રૂપે રજૂ કરવામાં આવે ત્યારે તે સંદેશા માટે વિરોધાભાસી હોવા જોઈએ નહી.
3: Content (કથન) –
સંદેશો ઝીલનાર માટે સંદેશાનો કંઈક અર્થ હોવો જોઈએ તેમજ તેની મૂલ્યપધ્ધતિ માં બંધ બેસતો હોવો જોઈએ.સંદેશાનું કંઈક મહત્વ હોવું જોઈએ.જેની
જરૂર હોય એવી માહિતી સહેલાઈથી સ્વીકાવરવામાં આવે છે,અને જે પણ સંદેશો મોકલવામાં આવ્યો હોય છે તે સંદેશો અને કેવું વિષયવસ્તુ ,કથા પ્રેક્ષકો માટે
મહત્વનું છે તે પહેલેથી જ નકકી હોય તો સંદેશો વધુ અર્થપૂર્ણ બને છે.
4 :Clarity (સ્પષ્ટતા) –
પ્રત્યાયન સ્પષ્ટ હોવું જરૂરી છે.સંદેશો શક્ય તેટલો વધુ પસાર કરવા માટે એની સાદગી અને સ્પષ્ટતા ખૂબ જરૂરી છે.સંદેશો શબ્દનો જે અર્થ પ્રત્યાપક માટે
છે એ જ અર્થ એ મેળવનાર માટે હોવો જોઈએ.સામાન્ય રીતે જોઈએ તો મુદાઓને સાદી અને સ્પષ્ટ રજૂઆત માં મૂકવા માટે પ્રેક્ષકો જેનાથી પરિચિત હોય એવા
સૂત્રો,નાટ્ય વગેરેનો આધાર લઈને સંદેશો મોકલી શકાય છે.સામાન્ય રીતે જોઈએ તો સંદેશો મોકલનાર અને સંદેશો મેળવનાર બંનેનો સંદેશો સ્પષ્ટ હોવો જોઈએ.
જેમ કે મોકલનાર ને સ્પષ્ટતા પૂર્વક સમજાય એ રીતે સ્પષ્ટ મુદ્દાઓને મોકલવા જોઈએ.
5: Continuity & Consistency (સાત્તત્ય) –
પ્રત્યાયન એ સતત ચાલતી પ્રક્રિયા છે.જે પણ સંદેશો હોય છે તે વધુમાં વધુ પ્રસાર પામે તે માટે તેને દોહરાવો પણ જરૂરી બને છે.સંદેશાની ઘણીબધી રીતે
રજૂઆત કરી શકાય છે.સંદેશાની રજૂઆત કરતા સમયે સાતત્ય અને અર્થપૂર્ણતા જળવાઈ રહે તે જરૂરી છે.સંદેશાની રજૂઆત વિવિધ રીતે થતી હોવાથી જ્યારે
પણ રજૂઆત કરવામાં આવે ત્યારે સત્ય બદલાય નહીં અને એકધારિતા જળવાઈ રહે તે મહત્વનું ગણવામાં આવે છે.
6: Channels (માધ્યમો) –
સફળ પ્રત્યાયનમાં માધ્યમ મહત્વનું ગણવામાં આવે છે.જેમે માધ્યમ સંદેશો મેળવનાર ને વધુ પરિચિત હોય,વિશ્ર્વસનીય હોય એ માધ્યમમાં થયેલી રજૂઆત
વધુ સારી રીતે ઝીલાય છે.ઘણી બીજી રીત જોઈએ તો વાંચી ન શકનાર માટે લેખિત રજૂઆત કરવાથી સંદેશો નિષ્ફળ જાય છે.વિવિધ માધ્યમોની અસર પણ અલગ –
અલગ હોવાની,માહિતીના અસરકારક પ્રસાર માટે જે-તે માધ્યમની ક્ષમતા તપાસવી જોઈએ.
આપણે જે માધ્યમ કે વાહિકાનો ઉપયોગ આપણી વાત બીજી જગ્યાએ પહોંચાડવા માટે કરીએ તે યથાર્થ અને અનુકૂળ હોવી જોઈએ.
ઉદાહરણ – પોસ્ટકાર્ડ માં લાંબી વાત ના લખાય, રેડિયો ના કાર્યક્રમો ટી.વી.માં આવતા કાર્યક્રમો ની જેમ ના અપાય.આજ રીતે રીપોટીંગ એટલે નિવેદન લેખન
માવજત પણ જુદી જુદી રીતે આપવી જોઈએ.
7: Capability of Audience(પ્રેક્ષકની ક્ષમતા) –
સામાન્ય રીતે જોઈએ તો પ્રેક્ષકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પ્રત્યાયન માટેનો સંદેશો આપવો જોઈએ .જેના માટે સંદેશો મોકલવામાં આવ્યો છે તેની
ક્ષમતા કે યોગ્યતા ધ્યાનમાં રાખવામાં આવે તો જે પણ સંદેશો મોકલવામાં આવ્યો છે તે વધારે અસરકારક બને છે.સંદેશો મેળવનારની સમજશકિત,ટેવો,પૂર્વગ્રહો,
આસપાસનું વાતાવરણ વગેરે સંદેશો ઝીલવાની ક્ષમતાને અસર કરે છે.
અત્યારના સમયગાળા માં જોઈએ તો જ્યારે સમૂહ માધ્યમો આપણા જીવનને ઘેરી વળ્યા છે ત્યારે વધુ માં વધુ માહિતી મેળવવા માટે માણસ બહાવરો બન્યો
છે.માનવજાતને સ્થળકાળ નું ભાન ભૂલાવી એકબીજા સાથે સમૂહ માધ્યમોથી સાંકળી લઈ એક Global Village સર્જવા અંગેની ભવિષ્યવાણી સાચી પડી છે.
Comments
Post a Comment