દરિયો એક પ્રાકૃતિક સૌંદર્ય......
દરિયો એક પ્રાકૃતિક સૌંદર્ય
[Image 161.jpg]
આપણે સૌ જાણીએ છીએ કે દરિયો એક પ્રાકૃતિક સૌંદર્ય છે. જે લગભગ સૌ ને મનપસંદ હોય છે.આજે હું ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાના દરિયા નો મારો અનુભવ અહીં રજૂ
કરૂં છું.
લગભગ છ મહિના પૂર્વે અમે આ દરિયાઈ સ્થળ ની મુલાકાત લીધી હતી.ત્યા નું વાતાવરણ
એકદમ શાંત જાણે દુનિયાથી કંઈક અલગ જ,
કોઈપણ જાતની કોલાહલ કે ઝાકઝમાળ થી
એકદમ દૂર સંપૂર્ણ પ્રાકૃતિક.
[Image 162.jpg]
દરિયાના મોજાંઓ જ્યારે કિનારા પર આવતા હતા ત્યારે એક વેગ ની સાથે આવતા
હતા અને જ્યારે એ જ મોજાંઓ પુનઃ વળતા
હતા ત્યારે ધીમા વેગ સાથે ફરતા હતા.દરિયાને
પણ પોતાનો એક ધ્વનિ હોય છે.જેમ જેમ
રાત્રિ નો સમય થતો હતો તેમ વાતાવરણ વધારે
વધારે આહલાદક થઈ ગયું હતું.આ અતિસુંદર
તેમજ પ્રાકૃતિક સૌંદર્ય ને જોઈ મનને એક
અલગ જ પ્રકારની શાંતિ અને આનંદની અનુભૂતિ
થતી હતી.
આમ તો દરિયા પર અનેક પંક્તિઓ તેમજ
સાહિત્ય પ્રાપ્ત થાય છે.તેમાની એક પંક્તિ :
" દરિયો ભલે માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે..."
પરેશ ધરજીયા
Comments
Post a Comment